Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉનાઇ-બેડચીત રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે વિરપોર ગામનાં શખ્સનું મોત

  • October 20, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણ ગામનાં ખાંડસરીની સામે ઉનાઇથી બેડચીત તરફ જતા હાઇવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે વાલોડનાં વિરપોર ગામનાં ઈસમને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ ગામે આવેલ ખાંડસરીની સામે ઉનાઇથી બેડચીત તરફ જતા હાઇવે રોડ ઉપર ગત તા.17/10/2022નાં રોજ વાલોડ તાલુકાનાં વિરપોર ગામનાં ડેરી ફળિયામાં રહેતા બલ્લુભાઇ ભાણાભાઇ નાયકા (ઉ.વ.46) નાઓ ચાલતા ચાલતા પોતાના ઘરે જતા હતા.




તે સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બલ્લુભાઇને અડફેટે લઇ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાના કબ્જાનું વાહન લઈ નાશી છૂટ્યો હતો તેમજ આ અકસ્માતમાં બલ્લુભાઇને શરીરે તથા માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જગદીશભાઇ બલ્લુભાઇ નાયકા (રહે.વિરપોર ગામ, ડેરી ફળીયા, તા.વાલોડ) નાએ ગતરોજ ડોલવણ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application