કુકરમુંડા તાલુકાનાં બેજ ગામેથી સવારે મજૂરી કરવા માટે મજૂરો રીક્ષામાં બેસીને નિઝર તાલુકાનાં વેલ્દા ગામે જવા માટે નીકળી હતા, તે સમયે રીક્ષા કુકરમુંડાનાં જુના કુકરમુંડા ગામની સીમ વિસ્તારમાં આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરી પાસેથી પસાર થતો કુકરમુંડાથી વેલ્દા ટાંકી તરફ જતા રસ્તા પર વળાંકમાંથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન રીક્ષા ચાલકે રીક્ષાને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રીક્ષાને પલટાવી દેતા રીક્ષામાં બેઠેલી એક મજૂર મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જયારે 6 મજૂરોઓને પણ નાની-મોટી ઇજા થઇ હતી. મળતી માહિતી અનુસાર, કુકરમુંડાનાં બેજ ગામના રહેવાસીઓ રીક્ષામાં બેસીને મજૂરી કામ માટે નિઝરનાં વેલ્દા ગામે મજૂરી કરવા જતી સમયે કુકરમુંડાનાં જુના કુકરમુંડા ગામની સીમમા આવેલી સુગર ફેકટરી પાસેથી પસાર થતા રસ્તાના વળાંકમાંથી ગતરોજ સવારે સાડા સાત વાગેના સમયે રીક્ષા પસાર થઇ રહી હતા.
તે દરમિયાન દયનાથભાઇ દિલીપભાઇ પાડવીએ પોતાની કબ્જાની APE પિયોગા રીક્ષા નંબર GJ/01/TA/3604નાં ચાલાક વગર લાઇસન્સે પોતાના કબ્જાની રિક્ષાના કોઇ પણ દસ્તાવેજ પોતાના પાસે રાખ્યા વગર તથા વિમો નહી ઉતાર્યા વગર બેદરકારીથી પુરઝડપે અને ગફલતભરી રીતે રીક્ષા હંકારી લાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દઈ રિક્ષાને પલટાવી દીધી હતી. જોકે આ રિક્ષામાં બેસેલ યોગિતાબેન અજીતભાઇ પ્રધાન (રહે.બેજ ગામ, કૂકરમુંડા) નાને માથાના ભાગે તથા ડાબા હાથનાં કાંડાના ઉપર ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તેમજ રીક્ષામાં બેસેલ બીજા મજુર મહેશ્વરીબેન ભાંગાભાઇ પાડવીને ડાબા કાન ઉપર ગંભીર ઇજા પહોંચાડી હતી તથા જેસનાબેન જયસિંગભાઇ વળવી તથા સવિતાબેન દિલીપભાઇ વસાવે, જેસનાબેન અજયભાઇ પ્રધાન, અમિતાબેન ગોવિંદભાઇ વળવી, દિવલીબેન લક્ષ્મણભાઇ ગાવિત, તમામ મજૂરોને પણ ઇજા પહોંચાડી હતી જે બાબતે મરણ જનારનાં પતિ અજીતભાઇ સુરેશભાઈ પ્રધાન દ્વારા રીક્ષા ચાલાકનાં વિરુદ્ધમાં નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં નિઝર પોલીસે રીક્ષા ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500