મનિષા સુર્યવંશી/વ્યારા : કુકરમુંડા તાલુકાનાં બહુરૂપા ગામેથી આર્થિક ફાયદા માટે જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી બીટ 2 વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળેલ હતા.
તે દરમિયાન ફરતા ફરતા બહુરૂપા ગામ પાસે આવતાં ખાનગી રહે બાતમી મળી હતી કે, બહુરૂપા ગામમાં એક ઈસમ પોતાના ઘરની સામે આવેલ જાહેર રસ્તા ઉપર પૈસાનો હાર જીતનો આંકડોનો જુગાર રમી રમાડી રહ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમી વાલી જગ્યા પર પહોંચી રેડ કરતા એક ઈસમ ઘરની સામેના ભાગમાં આવેલ જાહેર રસ્તા ઉપર લોકોનું ટોળું હતું અને નીચે બેસી એક ઈસમ કઈક આપ-લે કરતો પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો.
જોકે પોલીસે ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ, સંતોષભાઈ પ્રતાપભાઈ વળવી (રહે.બહુરૂપા ગામ, કુકરમુંડા)ના હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે જુગારના સાધનો અને ભારતીય ચલણી નોટોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી હરેશભાઈ બાલધિયાની ફરિયાદનાં આધારે સંતોષ વળવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500