Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં અકસ્માત સર્જનાર બસ ચાલક સામે વાલોડમાં પણ નોંધાયો ગુનો

  • October 06, 2022 

વ્યારા નગરમાં પગપાળા જઈ રહેલા શિક્ષકને અડફેટમાં લઈ મોત નિપજાવનાર ખાનગી લકઝરી બસ ચાલક વિરૂધ્ધ બસને અચાનક બ્રેક મારી એક મહિલા પેસેન્જર ઈજા પોહચડી દેવાના પગલે ગતરોજ વાલોડમાં પણ બસ ચાલક ગુનો નોંધાયો હતો. બનાવની વિગત એવી છે કે, વ્યારાનાં જે.બી.હાઇસ્કુલનાં શિક્ષક કમ સુપરવાઈઝર વનેશભાઇ ચેતનભાઇ ઢોડીયા પટેલએ ગત તા.2નાં રોજ નિત્યક્રમ મુજબ રોજ ચાલવા માટે નિકળ્યા હતા.




તે સમયે નહેરથી મિશનનાકા તરફ આવતા સાંજે 7.15 કલાકે અરસામાં વ્યારા મિશનનાકા પાસે ખાનગી લક્ઝરી બસ નંબર GJ/02/VV/9206નાં ચાલક યોગેશ સુખા ચૌધરી (રહે.કુંભીયા ગામ તા.વાલોડ)એ યુ-ટર્ન લેતા આ શિક્ષકને અડફેટમાં લીધા હતા અને શિક્ષકનું મોત નિપજ્યું હતું.




ત્યારબાદ બસ ચાલકે અગાઉ તા.26/9/22નાં રોજ સાંજે 6.15 કલાકે વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામેથી પસાર થતાં સુમુલ ડેરી તરફ જતા માર્ગે ડિવાઈડર ચઢાવી અચાનક બ્રેક મારતા બસમાં બેઠેલા મનિષા પાટીલ (બારડોલી) તથા અન્ય પેસેંજરો બસમાં અથડાઇને પડ્યા હતા. જેમાં મનિષાને જમણા હાથનાં અંગુઠામાં ફેક્ચર અને શરીરે ઇજા થઈ હતી. બનાવ અંગે પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application