મનિષા સુર્યવંશી/વ્યારા : મૂળ મહારાષ્ટનાં નંદુરબારનાં તલોદા તાલુકાનાં રતનપાડા ગામે રહેતા 24 વર્ષીય યુવકને મનમાં ખોટું લાગી આવતાં નદીમાં કુદી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે નિઝર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટનાં નંદુરબાર જિલ્લાનાં તલોદા તાલુકાનાં રતનપાડા ગામે રહેતા સુભાષભાઈ ધનાભાઈ વળવી (ઉ.વ.46) જેઓ મજુરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જયારે તેમનો 24 વર્ષીય પુત્ર ઉમેશભાઈ સુભાષભાઈ વળવી નાએ પોતાના ઘરે પિતા સુભાષભાઈ પાસેથી મોટર સાઈકલની માંગી હતી પરંતુ મોટરસાઈકલ ન આપતા ઉમેશને મનમાં ખોટું લાગી આવ્યું હતું જેથી ગત તા.27/05/2022નાં રોજથી તા.03/06/2022 દરમિયાનનાં સમયમાં તાપી નદીનાં પાણીમાં કુદી જઈ ડૂબી જતા ઉમેશનું મોત નીપજ્યું હતું, જયારે ઉમેશભાઈની લાશ શુક્રવારનાં રોજ બપોરનાં સમયે કુકરમુંડાનાં જુના કંડ્રોજ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં ઉત્તર કિનારેથી ડીકંપોઝ હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે સુભાષભાઈ વળવી નાએ નિઝર પોલીસ મથકે જાણ કરતા હેડ કોન્સ્ટેબલ બિપિનભાઈ નાએ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application