Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં અર્તુલી ગામે ટ્રક અડફેટે 21 વર્ષીય યુવક ઈજાગ્રસ્ત

  • May 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : નિઝરનાં અર્તુલી ગામનાં હરિજન ફળિયામાંથી પસાર થતો વાંકા ચાર રસ્તા પાસે એક અજાણતા ટ્રક ચાલકે 21 વર્ષીય યુવકને અડફેટે લેતાં યુવક ઈજાગ્રસ્ત થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં છેવાડાનાં નિઝર તાલુકાનાં અર્તુલી ગામનાં હરિજન ફળિયામાં રહેતા ઈશાક ઈસ્માઈલ મહમદ (ઉ.વ.21., મૂળ રહે.ડીડીગલ રોડ, પલ્લાપટ્ટી આરવકુરચી, તાલુક થાના આરવકુરચી, જી.કરૂરૂ, તામીલનાડુ)નાઓ મગળવારનાં રોજ પોતાની કબ્જાની હોન્ડા કંપનીની સાઈન બાઈક નંબર MH/39/R/2596 લઈને અર્તુલી હરીજન ફળિયામાંથી વાંકા ચાર રસ્તા પાસે સુમુલ પાર્લર લસ્સી લેવા વાંકા ગામની પસાર થતા રોડ ઉપર જતા હતા.



તે દરમિયાન નિઝર તરફથી ટ્રક નંબર GJ/12/AT/7579નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઈશાકની બાઈકને પાછળથી ટક્કર મારી દેતા યુવક બાઈક ઉપરથી રસ્તાની બાજુમાં ફેકાઈ જતા તેને માથાનાં પાછળનાં ભાગે તથા જમણા પગના ઘુંટણના ભાગે તથા કમરના ભાગે તથા શરીરે નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઈશાક ઈસ્માઈલ મહમદ નાંએ નિઝર પોલીસ મથકે બુધવારનાં રોજ ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application