Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસની કામગીરી : અલીફ નગરમાંથી રૂપિયા 2.88 લાખનાં મુદ્દામાલ સાથે 9 જુગારીઓ ઝડપાયા

  • July 29, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં અલીફ નગરમાં આવેલ પીર મહમદ ઉર્ફે પીરૂ તાજ મહમદ પઠાણનાં ઘરમાંથી જુગાર રમતા 9 જુગારીઓને પોલીસ રેઈડમાં ઝડપી પાડ્યા હતા, જયારે 3 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, સોનગઢનાં અલીફનગર ખાતે ઉકાઈ થર્મલ તરફ જતાં રેલવે ટ્રેકની બાજુમાં આવેલ પીર મહમદ ઉર્ફે પીરૂ તાજ મહમદ પઠાણનાં ઘરમાં કેટલાક ઈસમો પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો તીન પત્તીનો જુગાર રમે છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા ત્યાં ઘરમાં લાઈટનાં અજવાળે કેટલાક ઈસમો ગંજીપાના અને હારજીતનો જુગાર રમતા જોવા મળતા કેટલાક ઈસમો ઝડપાઈ ગયા હતા, જયારે જુગાર રમતા કેટલાક જુગારીઓ ઘરના પાછળનાં ભાગે આવેલ બારી માંથી ભાગી નીકળ્યા હતા. આમ, પોલીસે દાવ ઉપરના રોકડા રૂપિયા 60,820/- તથા ઝડપાયેલ જુગારીઓની અંગઝડતી કરતા કરતા રોકડ રૂપિયા 42,690/- અને 4 નંગ મોબાઈલ તેમજ 7 મોટરસાઈકલ અને જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 2,88,510/- લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ રાઉતની ફરિયાદનાં આધારે 9 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે ભાગી છૂટનાર ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ 9 જુગારીઓ...


1.પીર મહમદ ઉર્ફે પીરૂ તાજ મહમદ પઠાણ (રહે.અલીફનગર, સોનગઢ),

2.સોહેલ રસીદ શેખ (રહે.ઇસ્લામપુરા ટેકરા, સોનગઢ),

3.જાવેદ શેરમમદ બાગવાન (રહે.ઇસ્લામપુરા ટેકરા, સોનગઢ),

4.રામાશંકર ગૌતમભાઇ શાહ (રહે.પીપળ ફળિયું, યુ.પી.નગર, સોનગઢ),

5.બાલુ મગનભાઇ ગામીત (રહે.સીંગલખાંચ ગામ, મંદિર ફળિયું, સોનગઢ),

6.મોહમ્મદ લતીફ અબ્દુલ કરીમ (રહે.ઇસ્લામપુરા ટેકરા, સોનગઢ),

7.સાજીદ મહમદ પઠાણ (રહે.અમન પાર્ક, સોનગઢ),

8.વિપુલ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ (રહે.શક્તિનગ, સોનગઢ) અને

9.દિલીપ જગન્નાથભાઇ પાટીલ (રહે.જમાદાર ફળિયું, સોનગઢ).


વોન્ટેડ ત્રણ જુગારીઓ...


1.ભગવાન જેના પુરા નામની ખબર નથી (રહે.બાપા સીતારામ નગર, સોનગઢ),

2.સંજય ઉર્ફે સરલો ભરવાડ (રહે. સોનગઢ) અને

3.જાકીર ભૈયા કુરેશી (રહે.ઇસ્લામપુરા, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application