Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

  • July 23, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરમાંથી વગર પાસ પરમીટે જુગાર રમતા 6 જુગારીઓને રૂપિયા 1.54 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોએ શનિવારનાં રોજ રાત્રીનાં સમયે સોનગઢ નગરનાં શીતલ કોમ્પલેક્ષની પાછળનાં ભાગે કોમ્પલેસનાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જાહેરમાં વગર પાસ પરમીટે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓ પોલીસ રેઈડમાં ઝડપાયા હતા.



જોકે પોલીસે દાવ ઉપરનાં રોકડ રૂપિયા 4,220/- અને જુગાર રમવા માટે હાથ ઉપર રાખેલ તથા અંગ ઝડતીનાં રોકડ રૂપિયા 15,000/- તેમજ 3 નંગ મોબાઈલ, 1 ઓટોરિક્ષા અને 3 બાઈક મળી કુલ રૂપિયા 1,54,220/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ હીરાલાલની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




સોનગઢ પોલીસે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરી...

1.આમિન અકબરભાઈ શેખ (રહે.ઈસ્લામપુરા, સોનગઢ),

2.રીઝવાન સલિમ ખાટીક (રહે.ઈસ્લામપુરા, સોનગઢ),

3.જાવેદ રફિક પીંજારી (રહે.ચાંદપુરા ટેકરા, સોનગઢ)

4.હિતેશ વિનોદભાઈ ગામીત (રહે.દેવજીપુરા, માર્કેટ ફળિયું, સોનગઢ)

5.ફારૂક મુસા ખાટીક (રહે.ઈસ્લામપુરા, સોનગઢ) અને

6.અસ્લામ યુનુસ કુરેશ (રહે.ઈસ્લામપુરા, સોનગઢ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News