Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાભ પાંચમનાં દિવસે વ્યારા APMC માર્કેટમાં ડાંગરની 500 ગુણની આવક

  • October 31, 2022 

વ્યારા નગરમાં આવેલી માર્કેટ યાર્ડમાં દિવાળીનું 05 દિવસનું વેકેશન હોવાથી યાર્ડમાં ડાંગર સહિત અન્ય ખેત પેદાશોનીની આવક બંધ હતી. જોકે રવિવારે લાભ પાંચમનાં દિવસથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થતાં વહેલી સવારથી ખેડૂતો ડાંગરની 500 જેટલી ગુણી લઇને આવ્યા હતા અને સાથે અન્ય ખેત પેદાશો પણ આવવાની શરૂ થઇ જતા ખેતીવાડી માર્કેટમાં ચહલપહલ વધી હતી. હજુ ડાંગરની આવકમાં વધારો થશે. તાપી જિલ્લા ખાતે આ વર્ષે ચોમાસુ સારૂ રેહયું હતું.




જોકે તાપી જિલ્લા ખાતે પિયત જમીન હોય આ વિસ્તારમાં ડાંગરનું વાવેતર વધુ કરાયું હતું. દિવાળી બાદ ખેડૂતો ડાંગરની કાપણી શરૂ કરી દીધી હતી. આ વર્ષે વરસાદ છેલ્લે સુધી રહ્યા ડાંગરનું પુષ્કળ ઉત્પાદન થયું છે. હાલ ઠેર-ઠેર ડાંગરની કાપણી થઈ રહી છે. ત્યારે વ્યારા નગરનાં માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે 500 ગુણી ડાંગરની આવક થઈ હતી. આ અંગે APMCમાં પ્રમુખએ જણાવ્યું કે, હાલ ડાંગરની કાપણી ચાલી રહી હોય ધીમે ધીમે ડાંગરની આવકમાં વધારો થશે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં ભીંડા, શાકભાજી સહિતનાં કઠોળની પણ સારી આવક જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application