Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૧૭૧ વ્યારા (અ.જ.જા.) સીટ ઉપર ૪ ફોર્મ વિતરણ અને ૧૭૨ નિઝર (અ.જ.જા.) સીટ ઉપર કુલ ૪ ઉમેદવારોએ ૬ ફોર્મ રજુ કર્યા

  • November 12, 2022 

તાપી જિલ્લામાં આજરોજ ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ ૧૭૧ વ્યારા (અ.જ.જા.) સીટ ઉપર આજે ૪ ફોર્મ વિતરણ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીનાં એક ઉમેદવારનાં ૨ ફોર્મ અને એક અપક્ષ ઉમેરવારના ૨ ફોર્મ મળી કુલ ૪ ફોર્મનું વિતરણ કરાયું હતું. જ્યારે ૧૭૨- નિઝર (અ.જ.જા.) સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ સીંગાભાઈ ગામીતે ૩ ફોર્મ રજુ કર્યા હતા.

જયારે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણાબેન સુનિલભાઈ ગામીત, સુનિલભાઈ રતનજીભાઈ ગામીત અને ભીલાભાઈ ડુળીયાભાઈ ગામીતે એક એક ફોર્મ રજુ કરતા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ તરફથી ૩ ફોર્મ રજુ થયા હતા. ૧૭૧–વ્યારા (અ.જ.જા.) સીટ ઉપર એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું જ્યારે ૧૭૨–નિઝર (અ.જ.જા.) સીટ ઉપર કુલ-૪ ઉમેદવારોએ ૬ ફોર્મ રજુ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application