મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ટોકરવા ગામે ગાયસવારથી ટોકરવા આવતાં જાહેર રોડ ઉપરથી દારૂનું વહન કરનાર બે યુવકો અને પાયલોટીંગ કરનાર એક ઈસમ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારે બપોરે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેનાં રેઈડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાયસવાર ગામથી ટોકરવા ગામ તરફ બે બાઈક સવાર પોતાના શરીર પર તથા થેલીમાં પ્રોહી.મુદ્દામાલ બાંધી લાવનાર છે અને તેની આગળ એક વાદળી કલરની બાઈક ઉપર પ્રોહી. સાથે સંકળાયેલ ઈસમ પાયલોટીંગ કરનાર છે. જે બાતમીનાં આધારે ટોકરવા ગામે ભૈયા ટેકરી નજીક ગાયસવાર ગામ તરફથી આવતાં રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે દરમિયાન ગાયસવાર તરફથી વાદળી કલરની એક્ષેસ બાઈક નંબર GJ/26/AC/4700ને આવતાં જોઈ ઉભી રખાવી હતી.
ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, રમેશ જેઠીયાભાઈ ગામીત (રહે.ટોકરવા ગામ, દાદરી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે તે દરમિયાન પાછળથી એક કાળા કલરની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/26/M/6860ને આવતાં જોઈ બાઈકને સાઈડમાં ઉભી રાખવી બંને ઈસમનું નામ પૂછતા, એકનું નામ સુરેશ નુરજીભાઈ કોટવાળીયા (રહે.ટોકરવા ગામ, કોલોની ફળિયું, સોનગઢ) અને બીજાનું નામ સંદીપ વાજીભાઈ ગામીત (રહે.ટોકરવા ગામ, પીર ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા વગર પાસ પરમીટે ઈંગ્લીશ તથા દેશી દારૂની નાની મોટી કુલ 84 નંગ બોટલો મળી આવી હતી.
જોકે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી. મુદ્દામાલ લક્કડકોટથી એક ટેમ્પો ચાલક પ્રવીણભાઈ જેના પુરા નામઠામની ખબર નથી આપ્યો હતો જયારે આ મુદ્દામાલ રમેશ જેઠીયાભાઈ ગામીતનાં ઘરે લઈ જવાનો હતો. આમ, પોલીસે બે બાઈક, ઈંગ્લીશ તથા દેશી દારૂની બોટલો અને 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 55,800/-નાં મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500