Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ તાલુકામાં 1826 મતદારોએ મતદાન ન કરી વિરોધ નોંધાવ્યો, વાલોડનાં શાહપોર હળપતિવાસના રહિશો મતદાનથી અળગા રહ્યા

  • December 03, 2022 

સોનગઢ તાલુકાનાં ઉકાઈ ડેમ નજીક આવેલા પાથરડા અને સિંગલ ખાંચ ગામના કુલ 1826 મતદારોએ વિધાનસભા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. સોનગઢ તાલુકાના અને માંડવી વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ પાથરડા અને સિંગલખાંચ ગામના લોકો ગત બે ત્રણ માસથી પોતાની માંગણી સંદર્ભે આંદોલન કરી રહ્યાં છે. ઉકાઈ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ આ ગામના લોકો એ જણાવ્યું કે, અમારી પંચાયતની ગ્રામસભામાં અધિકારીઓ હાજર રહેતાં નથી. ગામના આગેવાન વિજયભાઈ ગામિતે ઉમેર્યું કે અમે ગત 31મી ઓક્ટોબરના દિવસે પંચાયતના ઠરાવો ઓનલાઈન કરવાની માગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું ત્યારે અધિકારીઓ દ્વારા વીસ દિવસમાં પ્રશ્નોના નિકાલની ખાત્રી આપી હતી પણ તેઓ એ એનું પાલન કર્યું નથી. જેના કારણે વિફરેલા ગ્રામજનો મતદાનથી અળગા રહ્યા હતા.




વાલોડના શાહપોર ગામે હળપતિવાસમાં પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટના કામો ન થતા હળપતિઓએ એક સંપ થઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, સ્થાનિક રાજકીય આગેવાનોએ સમજાવટના પ્રયત્નો કર્યા હતા તે પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યા હતા. વાલોડ તાલુકાના શાહપોર ગામએ શાહપોર, નનસાડ તથા ખાંભલા ગૃપ ગ્રામ પંચાયત છે. ગૃપ ગ્રામ પંચાયતમાં જે કોઈપણ વિકાસનાં કામો આવે તે કામો ઉજળિયાત કે ખાંભલા, નનસાડ ગામોમાં કે વિસ્તારોમાં જ કરવામાં આવતા હતા. આઝાદીથી લઇ આજદિન સુધી હળપતિ વાસમાં એક પણ સ્ટ્રીટ લાઈટ લગાવામાં આવી ન હતી. ચૂંટણી પહેલા ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાતો બહાર આવતા શાસકો સફળ જાગી જઈ બે સ્ટ્રીટ લાઈટો લગાવામાં આવી હતી, પરંતુ તે લાઈટો પણ ચાલુ કરવામાં આવી ન હતી જેને લઇ હળપતિવાસના લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application