તાપી જિલ્લાની 181 અભયમ ટીમ દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેનશિયલ સ્કૂલ ખોડદા નિઝરમાં ‘શિક્ષક દિન’ની ઉજવણીમાં હાજર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 181 હેલ્પલાઇન અને એપ્લિકેશનનું માર્ગદર્શન આપ્યું હતું. ‘શિક્ષક દિન’ નિમિતે એકલવ્ય મોડેલ સ્કૂલ ખોડદા ખાતે ‘શિક્ષક દિન’ની ઉજવણી કરી રહેલ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે મળી તાપી 181 ટીમ દ્વારા ઉજવણી કરાય અને 181 ટીમની વિસ્તૃત માહિતી આપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિષે માહિતીગાર કરાયા હતા. પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નિ:શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે.
જેમાં તાપી જિલ્લા ખાતે નિઝર તાલુકાનાની એકલવ્ય મોડેલ રેસીડેશિયલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશનની ઉપયોગીતા વિશે માહિતી આપી હતી. જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસિક, જાતીય, આર્થિક તેમજ કર્યાના સ્થળે જાતીય સતમણી લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ જાતીય સતમણી છેડતી અને બાળ જન્મને લગતી બાબતો સ્ત્રી ભ્રુણ હત્યાં કાનૂની જોગવાઈઓ તેમજ સાઇબર ગુનાઓ (તાલિફોનિક ટોકિંગ એમએમએસ ઇન્ટરનેટ) તેમજ સરકારી યોજનાઓ સેવાઓ અને સહાયક માળખાની માહિતી અપાઈ હતી.
જયારે મહિલાઓની સહાય અને સુરક્ષા માટે 181 મોબાઈલ એપ્લિકેશન Googal Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. જે એપ્લિકેશન દ્વારા હિંસા છેડતી હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોય અને સુરક્ષા મેળવી શકાય છે અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળ ની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને મિત્રોને ઓટોમેટીક એસએમએસથી સંદેશ મળી રહે છે મહિલા ઘટના ફોટો વિડિયો મેસેજ પણ સેન્ટર પર મોકલી શકે છે. જે વિશે તાપી 181 ટીમના કાઉન્સ્લર સ્વાતિબેન ચૌધરી અને એ.એસ.આઈ જયશ્રીબેન પટેલ દ્વારા વિડિઓ બતાવી સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે તેમજ ટેસ્ટ કોલ કરવામાં આવેલ છે. શાળા પરિવાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500