Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં વગર લાઇસન્સે માંસનું વેચાણ કરતી 14 દુકાનો બંધ કરાઈ

  • February 11, 2023 

તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા ગેરકાયદે ચાલતી માસની દુકાનો બંધ કરવા માટેની સૂચના આપતાથી અંતર્ગત ગતરોજ નગરપાલિકાની ટીમ વ્યારા નગરમાં ચેકિંગ માટે નીકળી હતી. તે દરમિયાન 29 જેટલી દુકાનોને ચેક કરી હતી જે પૈકી 14 દુકાનમાં લાઇસન્સ ન હોય તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી. રાજ્યમાં લાયસન્સ વગર ચાલતી મટનની દુકાનો કે કતલખાનાઓ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી માંસ, મટન, બીફની દુકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આમાં આવ્યો તો જેના ભાગરૂપે વ્યારા નગર પાલિકા ગેરકાયદેસર રીતે આવી ચાલતી દુકાનો સામે કાર્યવાહી ચાલુ કરી હતી.





જેથી વ્યારા નગરપાલિકા વ્યારાના ઇન્ચાર્જ સેનેટરી કમ ફુડ ઇન્સ્પેકટર અને સુપરવાઈઝર  દ્વારા વ્યારા નગરના માછીવાડ સહિત અન્ય વિસ્તારોમાં 29 જેટલી દુકાનો ચેક કરી હતી. જે પૈકી 14 દુકાનોમાં જરૂરી લાયસન્સ અને કાગળ ન હોય જેને લઈને નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરાવડાવી હતી. વ્યારા નગરપાલિકાની ટીમ દ્વારા આગામી દિવસોમાં વ્યારા નગરના અન્ય વિસ્તારોમાં પણ કડક ખાતે કામગીરી કરવા માટેની તૈયારી હાથ ધરી છે, જેને લઈને નગરમાં ગેરકાયદેસર રીતે માસ અને મટન વેચતા દુકાન ધારકોમાં ફડફડાટ ફેલાઈ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application