તાપી જિલ્લામાં કેટલાક લોકો માટે ટેકનોલોજીનો ઉપયોગ ફાયદા કરતા નુકશાનકારક વધુ નિવડી રહયો છે. સોનગઢમાં ગુણસદાગામનો એક શખ્સ એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયેલા ત્યારે તેમને ભેટી ગયેલો ગઠીયો મદદ કરવાના બહાને એટી.એમ.કાર્ડ બદલીને રૂપિયા 1,14,999/-ની ઉઠાંતરી કરી ગયાની ફરીયાદ તા.08મી ફેબ્રુઆરીના રોજ સોનગઢ પોલીસમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના ગુણસદા ગામના નવી ઉકાઈ ફળીયામાં રહેતો અને સીપીએમમાં નોકરી કરતો મનેશભાઈ છાલ્યાભાઈ ગામીત ગત તારીખ 24મી જાન્યુઆરી 2023 નારોજ સાંજના સમયે સોનગઢ ખાતે આવેલ એસબીઆઈ બેન્કના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા.
તે દરમ્યાન ત્યાર હાજર એક શખ્સએ મનેશભાઈ ગામીતને એક નંબર નાંખવાનો બાકી છે કહી મદદ કરવાના બહાને એ.ટી.એમ. કાર્ડ બદલી લીધુ હતું. પાસવર્ડ જાણી લીધો હતો. અને રૂપીયા ઉપડતા ન હોવાનું કહીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ થોડા સમયમાં જ વ્યારા નગરમાં આવેલ જુદાજુદા એટીએમ સ્થળો ઉપરથી મનેશભાઈ ગામીતના એ.ટી.એમ.નો ઉપયોગ કરીને તેણે રૂપિયા 1.14,999/- ઉપાડી લીધાના મેસેજ આવતા મનેશભાઈએ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખસ સામે ફરીયાદ દાખલ કરીને CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500