સુરતનાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે રહેતા પરપ્રાંતીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પસેથિએ મળતી માહિતી અનુસાર, પલસાણાનાં તાંતીથૈયા ગામે સોનીપાર્ક સોસાયટીમાં સતેન્દ્રસીંગ બિલ્ડીંગના રૂમ નંબર-17 માં રહેતા અને મૂળ બિહારના ચેતા ગામના વતની જવાલાકુમાર અરૂણ પાંડે (ઉ.વ.21) કે જે મિલમાં કામ કરી ગુજરાન ચલાવે છે.
જોકે ગતરોજ સવારે 9 વાગ્યાની આસપાસ તેણે સોનીપાકૅ સતેન્દ્રસીંગ બીલ્ડીંગમાં રૂમ નં.20 માં કોઇ અગમ્ય કારણસર છત પર પંખો લગાડવાના હુક સાથે નાયલોનની દોરી બાંધી તેના વડે ગળો ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે કડોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application