Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા બાઈક અડફેટે સારવાર દરમિયાન રાહદારીનું મોત

  • February 20, 2023 

બારડોલીનાં ખોજ પારડી ગામ પાસે અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લેતા રાહદારીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં ખોજ પારડી ગામનાં લીમડાચોક ફળીયામાં રહેતા પ્રફુલભાઈ મગનભાઇ પંચાલ શુક્રવારે સાંજે ચાલવા નીકળ્યા હતા. ત્યારે ખોજ ગામના તળાવ પાસે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને ટક્કર મારી દેતાં તેઓ નીચે પટકાયા હતા.





જોકે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ બાદ ત્યાંથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં બારડોલી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application