પલસાણાનાં બગુમરા ખાતે ઝેરોક્ષ કાઢવાની દુકાન માંથી દેશી બનાવટની એક પીસ્ટલ અને ચાર કારતુઝ સાથે બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા LCB પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, જોળવા ખાતે રહેતો નરેન્દ્રસિંગ શેરસિંગ રાવણા નાઓ બગુમરા ગામે શાશ્વત આરકેડમાં આવેલ આર.પી.એમ ઝેરોક્ષની દુકાન ચલાવતા ચંદનસિંગ સુબેદારસિંગ તેમની દુકાનમા જ દેશી બનાવટની પીસ્ટલનું વેચાણ કરી રહ્યા છે. જે બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચી જતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી એક પીસ્ટલ તેમજ ચાર જીવતા કાર્ટુઝ કબ્જે લીધા હતા.
જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચંદનસિંગે જણાવ્યું હતુ કે, શોખ માટે તેઓએ નરેન્દ્રસિંગ પાસેથી તેઓએ આ પીસ્ટલ વેચાણે લીધી હતી નરેન્દ્ર સિંગઆ પીસ્ટલ કૃણાલ નામનાં વ્યક્તિ પાસે ખરીદેલી હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી 25 હજારની કિંમતની પીસ્ટલ તેમજ 4 જીવતા કાર્ટુઝ તેમજ રોકડા રૂપિયા તેમજ 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 97,800/-નો મુદ્દામાલ કબ્જે કરી ચંદનસિંગ સુબેદારસિંગ (રહે.બગુમરા, ગોલ્ડન પોઇન્ટ, મૂળ રહે.આજમગઢ, ઉત્તરપ્રદેશ) અને નરેન્દ્રસિંગ સેલસિંગ રાવણા (રહે.112 હરે કૃષ્ણા સોસાયટી, બગુમરા, પલસાણા) નાની અટક્યાત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500