બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામે બે બાઈક સામસામે ભટકતા એક કિશોરનું સ્થળ પર મોત થયું હતું, જ્યારે સામેની બાઈક સવાર 2ને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વાલોડ તાલુકાનાં શિકેર ગામે રહેતો સંદીપ પ્રવીણબ્લડલ રાઠોડ (ઉ.વ.17) શુક્રવારે સાંજે તેના મિત્રને પલસાણા તાલુકાના વણેસા ગામે મુકવા ગયો હતો ત્યાંથી પરત ફરી રહ્યો હતો.
તે સમયે બારડોલી વાલોડ રોડ પર વાંકાનેર ગામ પાસે સામેથી ઓવરટેક કરીને પુરઝડપે આવતી બાઈકનાં ચાલકે સંદીપની બાઈક સાથે અથડાવી દેતાં તેનું મોત થયું હતું. જ્યારે સામેની બાઈકનાં ચાલક અર્જુન ભીખા સોલંકી (રહે.ડીંડોલી, સુરત) અને તેની સાથે બેસેલા એક યુવકને ઇજા થતાં સારવાર અર્થે પ્રથમ બારડોલી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application