સુરત જિલ્લા SOGની ટીમ પેટ્રોલીંગ પર હતી તે દરમિયાન સયુંકત રાહે મળેલ બાતમી આધારે પલસાણા પોલીસ મથકનાં વિદેશી દારૂનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપી વિનય ઉર્ફ વિનોદ દીપકભાઈ રાઠોડ (રહે.તુંડી ગામ, બલેશ્વર ફળિયું) તેમજ પ્રવીણ ઉર્ફે પિન્ટુ મધુકર બોરસેને કારેલી ગામે સરકારી દવાખાના પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે આરોપીઓ થોડા સમય પહેલા પલસાણા પોલીસ મથક વિસ્તારમાં રૂપિયા 33,275/-ની કિંમતનાં વિદેશી દારૂનાં ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application