પલસાણાનાં કડોદરા ચાર રસ્તા પાસે આવેલ વિશાલ ઓટો પાર્ટ્સની સામે HP ગેસ કંપનીનો ડીલીવરી બોય ટેમ્પો લઈ ઉભો હતો ત્યારે બુલેટ પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમો ડિલિવરી બોય સાથે ઝપાઝપી કરી ખિસ્સામાંથી 30 હજારની લૂંટ ચલાવી કડોદરા પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને હાલ પલસાણા તાલુકાનાં ગલૂડાં ખાતે આવેલ HP ગેસ એજન્સીના ગોડાઉન પર રહી ડિલિવરી બોય તરીકે નોકરી કરતા મનીષભાઈ સાંઈરામ વિશ્ર્નોઈ (ઉ.વ .26) ગત 19મી ફેબ્રુઆરીનાં રોજ સવારના 8 વાગ્યાના અરસામાં મહેન્દ્ર પીકઅપ ટેમ્પા નંબર GJ/19/Y/0965માં રાંધણ ગેસનાં બોટલ ભરી પલસાણા તાલુકાનાં અલગ અલગ ગામોમાં ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા.
ત્યારે બપોરના 2 વાગ્યાના આસપાસ ડિલિવરી પુરી કરી કડોદરા ચાર રસ્તાથી પલસાણા જવા માટે નીકળ્યા હતા. તે સમયે કડોદરાથી પલસાણા જવાના સર્વિસ રોડ પર વિશાલ ઓટો પાર્ટ્સ પાસે ગાડી ઉભી રાખી અન્ય ટેમ્પો માટે પાર્ટ્સ લઈ ફરી ટેમ્પામાં જતા હતા. જે દરમિયાન એક ઈસમ બુલેટ પર બેઠો હતો અને અન્ય બે યુવાનો મનીષ પાસે પહોંચી ગયા હતા અને તેને આંતરીને ઝપાઝપી કરી ગેસની બોટલના રોકડ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી બુલેટ લઈ ત્રણેય આરોપી સુરત તરફ ભાગી છૂટ્યા હતા જે અંગે કડોદરા પોલીસે ડિલિવરી બોય મનીષની ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી છે. જોકે CCTV ફૂટેજ તપાસતા આરોપી સુરત તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application