NRI દંપતીનાં મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ વિદેશી ચલણની નોટો, રોકડ અને ઘરેણાં મળી કુલ રૂપિયા 6.73 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે NRIનાં મકાનમાં છેલ્લા બે દિવસથી ફર્નિચર બનાવવાનું મિસ્ત્રી કામ ચાલતું હતું. ચોરી અંગે સચીન GIDC પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત એવી છે કે, NRI દંપતી દિવસ દરમિયાન સડક ફળિયામાં પોતાના ઘરે રહે છે અને રાત્રે ઉનગામ તળાવ ફળિયામાં દીકરાને ત્યાં સુવા જાય છે. જયારે બીજી તારીખે તેઓ રાત્રે દીકરાને ત્યાં ગયા તે અરસામાં ત્રાટકેલા તસ્કરોએ કંમ્પાઉન્ડ વોલ કૂદી ઘરના બે દરવાજાના હેન્ડલનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
તેમજ તસ્કરોએ 4 કબાટનાં તાળાં તોડી તેમાંથી 5 લાખની રોકડ, 700 કેનેડિયન ડોલર જેની કિંમત રૂપિયા 43,078/- અને 22 જોડી નવા કપડા રૂપિયા 30 હજાર મળી કુલ રૂપિયા 6.73 લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જયારે સવારે દંપતી ઘરે આવ્યા ત્યારે તાળું તૂટેલુ પડેલું હતું અને દરવાજો ખુલ્લો હતો અને કબાટમાંથી સામાન વેર-વિખેર હતો જેથી દંપતીએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500