સુરતનાં પલસાણા તાલુકાનાં વરેલી ગામે રહેતી એક મુસ્લિમ પરિવારની સગીર વયની દીકરીને એક ઈસમ લગ્નની લાલચે લલચાવી ફોસલાવી તેનું અપહરણ કરી ગયો હતો. ઘટના અંગે દીકરીના પિતાએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી બાતમી આધારે યુવાને પોલીસે કડોદરાથી ઝડપી સગીરાને માતાપિતાને સોંપી યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પલસાણાનાં વરેલી ગામે રહેતા એક મુસ્લિમ પરિવારની 15 વર્ષીય સગીર દીકરીને સુરત સચિન ખાતે રહેતો એક યુવાન પોતાનો બદ ઈરાદો પૂરો પાડવા લગ્નની લાલચે 10 નવેમ્બર-2022નાં રોજ ભગાડી લઈ ગયો હતો.
જેથી પરિવારનાં માતા-પિતા દીકરીની લાંબા સમય સુધી શોધખોળ કરી અંતે કડોદરા પોલીસ મથકના પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કડોદરા પોલીસ નાઓને ખાનગી રાહે મળેલી બાતમી આધારે સગીરાને ભગાડી જનાર યુવાન અહેસાન મોહમદ અન્સારી (ઉ.વ.20, હાલ રહે.સાઈનાથ સોસાયટી, સુડા સેકટર 3 સચિન સુરત) નાને સગીરા સાથે કડોદરા નીલમ હોટલ ખાતેથી ઝડપી પાડી બંનેને કડોદરા પોલીસ મથકે લઈ ગઈ સગીરાનાં નિવેદનનાં આધારે યુવાન વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application