સુરત શહેરનાં કામરેજ તાલુકાનાં કેનાલ રોડ પર આવેલ એચઆરપી બંગલોમાં રહેતા યુવકે ભોગ બનનારે અલગ અલગ ઇસમો પાસેથી ત્રણેક વર્ષથી આજદિન સુધીમાં લીધેલા રૂપિયા 1,42,500/-નાં રૂપિયા 5,59,300/- ચુકવ્યા હોવા છતાં વધુ 7,50,000 રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા 6 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે, કામરેજ કેનાલ રોડ પર એચઆરપી બંગ્લોઝ-29માં રહેતા પ્રવિણભાઇ કાનજીભાઇ ગોહિલ નાએ આજથી ત્રણેક વર્ષ પહેલા રૂપિયાની જરૂર પડતા સત્યમ્ નગરમા રહેતા દેવરાજ રણછોડ ભરવાડ નામનાં ઇસમ પાસેથી રૂપિયા 5000 વ્યાજે લીધા હતા જેનાં રૂપિયા 1,90,000/- ચૂકવ્યા હતા.
ત્યારબાદ ગાયત્રી નગરમાં રહેતા સગરામ નાનુ જોગરાણા પાસેથી રૂપિયા 10,000/-લીધા હતા જેના રૂપિયા 1,92,800 ચૂકવ્યા હતા. તેમજ સુરેશભાઇ પાસેથી રૂપિયા 30,000 વ્યાજે લીધા હતા જેને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા હોવા છતાં સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો. સુરેશભાઈએ મેહુલ બોળીયાની તેનાભાઇ તરીક ઓળખાણ કરાવી તમારાથી પૈસા નહીં બને તો મેહુલ પાસેથી વ્યાજે લઇ મને આપી દો. જેથી મેહુલ પાસેથી રૂપિયા 40,000 લીધા હતા.
જેનાં 1 લાખ રૂપિયા ચૂકવ્યા હતા તેમજ અરજદારની પત્નિ ભાવનાબેને પણ મહિલા મંડળમાંથી લોન લીધેલ હોય જેનાં હપ્તા ભરવાનાં હોય ગોપાળ પાસેથી રૂપિયા 20,000 લીધા હતા. જેના રૂપિયા 56500 ચૂકવ્યા હતા. તેમ છતા બાકી પેટે વીવો કંપનીનો મોબાઇલ પડાવી લીધો હતો. તેમજ વર્ષ 2022ની દિવાળી પર જયેશ ઉર્ફે જય રણછોડ ભરવાડ પાસેથી 15 દિવસ માટે રૂપિયા 30,000 લીધા હતા. જેનાં રૂપિયા 1,20,000 ચુકવ્યા હોવા છતાં સ્પેલેન્ડર મોટરસાઈકલ તથા સેમસંગ મોબાઇલ પડાવી લીધા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500