કડોદરા ખાતે રહેતો એક ઈસમ પોતાની બાઈક લઈ બલેશ્વર ખાતે મીલમાં નોકરીએ જઈ રહ્યો હતો. તે દરમિયાન બલેશ્વર ગામની હદમાં હાઈવે પર અજાણ્યા વાહનએ બાઈકને પાછળથી ટક્કર મારતા ઈસમને ગંભીર ઇજાઓ થઈ હતી. જોકે યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, મૂળ બિહારનાં મધુબની જિલ્લાના રહેવાસી અને હાલ કડોદરા નગરના તિરુપતિ સોસાયટીના મકાન નંબર-7માં રહેતા મિહિરભાઈ સીતાનાથ ઝા (ઉ.વ.42)નાઓ ગત તા.12 જાન્યુઆરીનાં રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં પોતાની પેસન પ્રો બાઈક નંબર GJ/19/AC/7815 લઈ બલેશ્વર ખાતે કાલાઘોડાના સંગમ મિલમાં નોકરીએ જવા નીકળ્યો હતો.
તે દરમિયાન બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પર અમદાવાદથી મુંબઈ ટ્રેક પર બ્રહ્મણી કોમ્પ્લેક્ષની સામે મોટરસાયકલને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ સવાર મિહિર ઝાને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગત તા.15 જાન્યુઆરીનાં રોજ સારવાર દરમિયાન મિહિર ઝાનું મોત નીપજયું હતુ. ઘટના અંગે મૃતકના ભાઈએ પલસાણા પોલીસ મથકમાં અજાણ્યા વાહન વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application