બારડોલીનાં તાજપોર બુજરંગ ગામનાં વૈજનાથ ફળિયામાં રહેતા અવચીતભાઈએ તેમની દુકાન પાછળ કોલેજના છોકરાઓ માટે હોસ્ટેલ બનાવી છે અને એમનું ઘર પણ ત્યાં જ છે. જયારે સવારે બારડોલી તાલુકામાં વરસાદ પડી રહ્યો હોઇ અવચીતભાઈના પત્ની સીમાબેન સવારે 7.30 વાગ્યે હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં દીવાલા ઉપર દીપડો બેઠો હતો અને આ દીપડા ત્રાડ પાડતાં સીમાબેન ગભરાઈ જઈ બૂમો પાડી દોડવા જતા ચક્કર ખાઈ પડી જતા હાથનાં ભાગે ફ્રેક્ચર થયું હતું. દીપડો શેરડીના ખેતરમાં પલાયન થઈ ગયો હતો. અવચીતભાઈએ ઘટનાની જાણ ગામના સરપંચને કરી હતી. આખરે તેન સામાજિક વનીકરણ રેંજના કર્મચારીએ મારણ સાથે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application