Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં તાંતીથૈયા ગામે RO પ્લાન્ટનાં પાર્ટ્સ બનાવતી કંપનીમાં ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • February 20, 2023 

સુરત હીરાબાગ સર્કલ વરાછા રોડ પર સમય પેલેસમાં રહેતા અને પલસાણાનાં તાંતીથૈયા ગામે સ્વામીનારાયણ ઇન્ડટ્રીયલ એસ્ટેટમાં શ્રીજી ઇન્ટરનેશનલ નામની પાણી સુધ્ધ કરવાના આર.ઓ પ્લાન્ટ તથા આર.ઓ પ્લાન્ટનાં પાર્ટસ બનાવી તેનુ વેચાણ કરતા હર્ષિલભાઇ ભાવેશભાઇ પાલડીયા જેઓએ ગત તા.15 ફેબ્રુઆરીનાં રોજ સાંજે તેમના ખાતામાં પડેલ સામાનનો સ્ટોક મેળવી ને તેઓ તેમના ઘરે ગયા હતા.





તે સમયે રાત્રીના કોઇ અજાણ્યા ઇસમોએ આવી તેમના ખાતામાં માંથી આર.ઓ પ્લાન્ટમાં વપરાતા મેમરન નંગ 90 જેની કિંમત રૂપિયા 27,000/- તેમજ ઇલેક્ટ્રિક પંપ નંગ 60 જેની કિંમત રૂપિયા 48,000/-મળી કુલ રૂપિયા 75 હજારની ચોરી થઇ હોવાની માલુમ પડતા હર્ષિલભાઇએ આ અજાણ્યા ચોર ઇસમો વિરૂધ્ધ કડોદરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application