સુરતનાં માંડવી તાલુકાનાં એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી યુવકે શરીર સંબધ બાંધી ગર્ભવતી બનાવી હતી અને ત્યારબાદ સગીરાનું ઘરેથી અપહરણ કરી ગયો હતો જેને લઇ સગીરાનાં પરિવાર દ્વારા ગામમાં જ રહેતા યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા માંડવી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, માંડવી તાલુકાનાં એક ગામની 14 વર્ષીય સગીરાને ગામનાં જ યુવક સાથે મિત્રતા થઈ હતી અને સમય જતાં મિત્રતા પ્રેમ સબંધમાં પરિણમી હતી.
જોકે યુવક સગીરાને લગ્નની લાલચ આપી મે અને જૂનમાં ઓગણીસા ગામના બનભા ડુંગરના જંગલમાં લઈ જઈ તેની સાથે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેને લઇ સગીરાને ગર્ભ રહી જતાં ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ ગત તા.29મી નવેમ્બરનાં રોજ ઘરેથી માતાનાં કાયદેસરનાં વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરી ગયો હતો. બનાવ અંગે માંડવી પોલીસમાં મથકે યુવક વિરુધ્ધ સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application