બારડોલીનાં નોગામા પારડી ગામનાં બસ સ્ટેન્ડ નજીક એક છોટા હાથી ટેમ્પો પુરઝડપે હંકારી આવી, એક ખેડૂત નવસારી તરફથી પરત ઘરે ફરતી વખત મોટરસાઇકલને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો, જેમાં ખેડૂતને ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાનાં તરભોણ ગામનાં પટેલ ફળીયા રહેતા વિજયભાઈ ઉર્ફે શૈલેષભાઇ લલ્લુભાઇ પટેલ (ઉ.વ.52) રવિવારનાં રોજ સવારે પોતાની મોટરસાઇકલ નંબર GJ/19/AP/6072 પર ઘરેથી કામ અર્થે નીકળ્યો હતો.
ત્યારબાદ નવસારી તરફથી પરત પોતાના ઘરે તરભોણ આવી રહ્યો હતો, નોગામા પારડી બસ સ્ટેન્ડ પાસે પસાર થતો હતો, ત્યારે સામેથી એક છોટા હાથી ટેમ્પો નંબર GJ/21/W/3842 પુરઝડપે હંકારી આવી મોટરસાઇકલને અડફટે લેતાં અકસ્માત થયો હતો જેમાં ખેડૂત વિજયભાઈ ઉર્ફે શૈલેષભાઈ પટેલને શરીરે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે ઠાકોરભાઈ મગનભાઈ પટેલે ફરિયાદ આપતા બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500