કડોદરામાંથી એક શખ્સને ઝડપી તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો તેમજ ચાર જેટલા જીવતા કાર્ટુસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર. સુરત જિલ્લા પોલીસ દ્વારા હાલ ગેર કાયદેસર હથિયાર પકડી પાડવા માટેની ડ્રાઈવ રાખવામાં આવી છે કડોદરા પોલીસની ટીમ બનાવી અસર કારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મળેલી બાતમી આધારે કડોદરાના ક્રિષ્ના નગરમાં પંચમુખી હનુમાનજી મંદિર નજીક જાહેરમાં ઉભેલા એક વ્યક્તિને ઝડપી પૂછપરછ કરતા તેનું નામ રામેશ્વર ઘનશ્યામ ગુપ્તા (ઉ.વ.24, રહે.ક્રિષ્ના નગર, ઉદ્ધવ પાટીલની બિલ્ડીંગ, મૂળ રહે.બાંદા જિલ્લા. ઉત્તર પ્રદેશ )ના જણાવ્યું હતુ.
જોકે તેની પાસે રહેલી કાપડની બેગમાં તપાસ કરતા તેમાંથી એક દેશી બનાવટનો તમંચો તેમજ 4 જીવતા કાર્તિઝ મળી આવ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ તમંચો સુધીર બિહારી નામના તેના મિત્રએ વેચાણ માટે આપ્યો હોવાની કબૂલાત કરી હતી. કડોદરા પોલીસે તમંચો તેમજ કાર્તિઝ મળી કુલ 6,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સુધીર બિહારીને વોન્ટેડ જાહેર કરી રામેશ્વર વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500