Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ટેમ્પો અને ઇ-બાઇક વચ્ચેનાં અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત

  • February 10, 2023 

સુરતનાં પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામની સીમમાં ટેમ્પો અને ઇ-બાઇક વચ્ચે અકસ્માત થતાં ઇ-બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં માંકણા ગામે પાદર ફળિયામાં રહેતા અનિકેટભાઈ ભગવાનભાઈ પટેલના ભાઈ કવિન્દ્રભાઈ ભગવાનભાઈ પટેલ (ઉ.વ.41)નાઓ છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હોવાથી અને તેઓએ અપરિણીત હોવાથી છેલ્લા પાંચ માસથી આમતેમ રહી પોતાની જીવન ગુજારતા હતા.






જોકે ગત તા.8ના રોજ મોડી સાંજે તેઓ સુરત જવા માટે અંત્રોલી ગામેથી મયંકભાઈ સંજયભાઈ ગોયલ પાસેથી લિફ્ટ માંગી ઇ-બાઇક GJ/05/AU/0755 સુરત તરફ જવા માટે વાંકાનેડાના ગામની સીમમાં હળપતિ વાસ પાસેથી નિયોલ તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.





તે સમયે એકાએક સામેની તરફથી આવતા આઇસર ટેમ્પો નંબર GJ/05/BX/3616 નાએ અડફેટે લેતા બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇ-બાઇક સવાર કવિન્દ્રભાઈને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મૃતકના ભાઈ અનિકેતભાઈ પટેલે ટેમ્પો ચાલક વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application