વડોદરા GIDCમાંથી પુના મહારાષ્ટ્ર ખાતે ડિલિવરી માટે જતા બુલેરો પીકઅપને પલસાણા હાઇવે પર અકસ્માત નડ્યો હતો જોકે હાઇવે પર બ્રેકડાઉન ટેમ્પોની પાછળ બુલેરો પીકઅપ ધડાકા ભેર અથડાતા પીકઅપ સવાર ક્લીનરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર GIDC વિસ્તારમાં સિકોતર નગરમાં રહેતા મીનેશભાઈ ખુમસિંગભાઈ ભાભોર (ઉ.વ.26) નાઓ ચાલક તરીકે ગત શુક્રવારે મોડી સાંજે વડોદરાથી પુના મહારાષ્ટ્ર ખાતે ડીલીવરી આપવા માતે મહિદ્રા પીકઅપ બુલેરો ગાડી નંબર GJ/06/BV/2804ને લઈ ક્લીનર કેતનકુમાર પ્રતાપસિંગ રાજપૂત સાથે નીકળ્યા હતા.
જોકે તા.25 ફેબ્રુઆરીના રોજ મળસ્કે 3 વાગ્યાંના અરસામાં પલસાણા ગામની હદમાં નેશનલ હાઈવે નંબર-48 પર સંતોષ હોટલની સામે અમદાવાદ મુંબઈ તરફના રસ્તે ત્રીજા ટ્રકે પર બ્રેકડાઉન થયેલી આઇસર ટેમ્પો નંબર GJ/15/YY/3940ના પાછળ ધડાકા ભેર અથડાતા ક્લીનર કેતનભાઈ રાજપૂતને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પલસાણા પોલીસે પીકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application