બારડોલી તાલુકાનાં ખોજ ગામ પાસે બારડોલી કડોદ માર્ગ પર પુરઝડપે આવતી ટ્રકે એક બાઈકને ટક્કર મારતા 17 વર્ષીય ચાલકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વરાડ ગામના નવા હળપતિ વાસ ફળિયામાં રહેતો 17 વર્ષીય ધીરજ ઉર્ફે દર્શન મંગુભાઈ ચૌધરી પોતાની બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે મિત્ર આશિષ મહેશ હળપતિ સાથે ખોજ ગામના પેટ્રોલપંપ પર જવા નીકળ્યો હતો.
તે સમયે ખોજ ગામના તળાવ પાસે સામેથી પુરઝડપે આવતી ટ્રકે તેમની બાઈકને અડફેટમાં લેતા ચાલક ધીરજ ઉર્ફે દર્શનને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જોકે પાછળ બેઠેલા અશિષને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. બનાવ અંગે પોલીસે મૃતકનાં પિતા મંગુભાઇની ફરિયાદનાં આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application