ચલથાણ ખાતે રહેતી યુવતીએ છ વર્ષ અગાઉ મહારાષ્ટ્ર ખાતે લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ સાસરીયા દ્વારા રૂપિયાની માંગણી કરાતા તેમજ પરણિતાનાં પુત્રની બીમારી બાબતે મહેણા ટોણાલ મારી પતિ દ્વારા કાઢી મુકતા પરણીતાએ પતિ સહિત સાસરિયાનાં ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. મળતી માહિતી અનુસાર, હાલ સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આનંદ નગર સોસાયટીના મકાન નંબર C/84માં રહેતા કૈલાશ પંડિતભાઈ ગીરાસે ની દીકરી ભાગ્યશ્રીના લગ્ન છ વર્ષ અગાઉ 6/03/2016નાં રોજ વિનોદ દત્તસિંગ રાજપૂત સાથે થયા હતા લગ્ન બાદ ભાગ્યશ્રી પતિ વિનોદ રાજપૂત સાથે મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના શિરપુર તાલુકાના હોલનાતે ગામમાં પોટાની સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.
જોકે લગ્ન બાદ પરિણીતાના સાસુસસરાએ ભાગ્યશ્રીને કહ્યું હતુ કે, તારા પિતાએ લગ્નનાં જે પ્લોટ આપ્યો હતો. તે અમને નથી જોઈતો એમને રોકડા રૂપિયા જોઈએ છે તેમ કહી લગ્નના માત્ર બે મહિના બાદ જ સાસરીયા એ ભાગ્યશ્રી પાસે દહેજ બાબતે અવારનવાર માંગણીઓ શરૂ કરી હતી જે બાદ ભાગ્યશ્રી પ્રેગનેટ થઈ જતા દવાના ખર્ચા માટે સાસરીયા દ્વારા તેને પિતાના ઘરે મોકલી આપવા આવી હતી જ્યાં ભાગ્યશ્રીની તબિયત લથડી જતા ડીલીવરી માટે હોસ્પિટલમાં ખસેડતા પતિએ ભાગ્યશ્રીને ઠપકો અપાયો હતો અને મળવા સુધ્ધા આવ્યો ન હતો ડિલિવરીના બે મહિના વીતવા છતાં પતિ વિનોદ કે સાસરિયાઓ ભાગ્યશ્રીને મળવા માટે પણ આવ્યા ન હતા.
ત્યારબાદ સમાજના લોકો ભેગા મળી સમાધાન કરતા અંતે પતિ વિનોદ તેડી ગયો હતો દોઢ વર્ષ બાદ બાળક ભવ્યને માનસિક બીમારી અંગે ખબર પડતાં બીમારીને લઈ પતિ પત્ની અને સાસરીયા વચ્ચે અનેકવાર રકઝક થઈ હતી અને પતિએ તારા ગાંડા બાળકની સારવાર માટે મારી પાસે રૂપિયા નથી તારા બાપને ત્યાં ગઈ જે તારે તારા ગાંડા દીકરાની સારવાર કરાવવું હોઈ તો કરાવ એમ કહી કાઢી મૂકી હતી અંતે ભાગ્યશ્રી પોતાના પિતાના ત્યાં આવી હતી. જે વાતને લઈ સમાજના લોકો દ્વારા સમાધાન માટે બોલાવો છતાં પતિ કે સાસુ-સસરા કે અન્ય સંબધીઓ નહિ આવતા અંતે પરિણીતાએ પતિ વિનોદ તેમજ જેઠ પ્રેમકોરભાઈ દતુંસિંગ રાજપૂત અને મામા સસરા વિક્રમ રામચંદ્ર ગીરાસે વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500