પલસાણા પોલીસ મથક વિસ્તારનાં પલસાણા તેમજ બલેશ્વર વિસ્તારમાં ઘરમાં તેમજ રસ્તે જતા લોકો પાસે મોબાઈલ ઝૂંટવી જવાની ઘટનાનો અવારનવાર પ્રકાશમાં આવતા પલસાણા પી.આઈ.નાં માર્ગ દર્શન હેઠળ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે દરમિયાન પલસાણા પી.આઈ. અને સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, થોડા દિવસ અગાઉ પલસાણા પોલીસ મથક વિસ્તાર માંથી ચોરાયેલા મોબાઈલ સાથે ત્રણ ઈસમો કે જેઓ અગાઉ પણ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યા છે જેઓ હાલ પલસાણાના ભીંડી બજારમાં નહેર પાસે ધર્મેશભાઇની બિલ્ડીંગમાં આવેલ શિવમ કિરાણા સ્ટોર ચલાવતા શિવમકુમાર અજયભાઈ ગૌતમ નાઓ પાસે વેચવા આવનાર છે.
જે બાતમી આધારે પોલીસે ઇ-ગુજકોપ એપની મદદથી પોલીસે આરોપીનાં ફોટા મેળવી સ્થળ પર ગઈ રેડ કરતા 1.મંગલસિંગ ભીમસિંગ પ્રધાન (ઉ.વ.24, રહે.મફતલાલ કોલોની ફળિયું, પલસાણા, મૂળ રહે.કુકરમુંડા, નિઝર, જિ.તાપી) અને 2.સમીરપઠાણ મોહરમ અલીખાન શેખ (ઉ.વ.22, રહે.પલસાણા, શોપિંગ સેન્ટર, અમન સોસાયટી, મૂળ બહરફિસ, કાનપુર, ઉત્તર પ્રદેશ) 3.સંજય નરેન્દ્રભાઈ મિશ્રા (રહે.મેઘા પ્લાઝા, G-1, પલસાણા, મૂળ.ત્રિકમગઢ, મધ્યપ્રદેશ) નાઓને તેમજ ચોરીનાં મોબાઈલ લેવા બદલ શિવમ કુમાર મનોજકુમાર ગૌતમ (રહે.ભીંડી બજાર, ઇલયાસભાઈની, બિલ્ડીંગ મકાન નંબર-113, પલસાણા, મૂળ રહે.જોનપુર, ઉત્તરપ્રદશ) નાની અટક્યાત કરી ત્રણેય પાસેથી ચેક કરતા જુદી જુદી કંપનીના કુલ 37 મોબાઈલ મળી આવ્યા હતા.
જે બાબતે કડકાઈથી પૂછપરછ કરતા પલસાણા વિસ્તારમાં ભીડભાળ વારી જગ્યાએથી તેમજ રાત્રી દરમિયાન ઘરમાં ઘૂસીને મોબાઈલ ચોરી કરી લેતા હોવાની કબૂલાત કરી હતી પલસાણા પોલીસ મથકના નોંધાયેલા કુલ 6 જેટલા ઘરફોડ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આમ, પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2,33,500/-ની કિંમતના 37 મોબાઈલ કબ્જે કર્યો કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500