Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ રીક્ષા ચાલકનાં ચાર દિવસનાં રિમાન્ડ મંજુર

  • March 24, 2023 

અમરોલીનાં સૃષ્ટિ રો-હાઉસથી ડી માર્ટ જવાના રોડ પરથી ઓટો રીક્ષા ચાલકને ઝડપી પાડી 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી કુલ રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રીક્ષા ચાલકની પૂછપરછનાં આધારે ડ્રગ્સ વેચવા આપનારની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમરોલી પોલીસને મળેલ બાતમીનાં આધારે પોલીસ ટીમે અમરોલીના સૃષ્ટિ રો હાઉસ નજીક પુણ્ય ભુમિ બંગ્લોઝથી ડી માર્ટ જવાના રોડ પર વોચ ગોઠવી ઓટો રીક્ષા નંબર GJ/05/ZZ/0559ને અટકાવી હતી.




પોલીસે રીક્ષા ચાલક મોહમદ ઇમરાન ઉર્ફે બોબડા મોહમદ કાસીમ શેખ (ઉ.વ.32, રહે. રાજીવનગર, ભેંસાણ ફળીયા, રાંદેર) નાંની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા રૂપિયા 350, 1 નંગ મોબાઇલ અને 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસ ઇમરાન વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રીક્ષા, મોબાઇલ ફોન અને એમડી ડ્રગ્સ મળી કુલ રૂપિયા 1.50 લાખનો જથ્થો કબ્જે લીધો હતો. ઇમરાન ઉર્ફે બોબડાની પૂછપરછમાં રીક્ષા તેના મિત્રની સાસુ પાસેથી બચત ઉપર લઇ ફેરવતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઇમરાનને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.




ઇમરાનની પ્રાથમિક પૂછપરછના આધારે તેની રહેણાંક સોસાયટીમાં રહેતા અઝીઝખાન ઉર્ફે માંજરો શરીફખાન શેખ પાસેથી ડ્રગ્સ લાવી અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં વેચવા આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે મોડી સાંજે અઝીઝખાન ઉર્ફે માંજરાની પણ અટકાયત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application