Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંત્રોલી ત્રણ રસ્તા પાસે કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી, કાર ચાલક ફરાર

  • February 01, 2023 

નવસારી તરફથી એક મારૂતિ સ્વીફ્ટ ડીઝાયર કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરીને સુરત તરફ જઈ રહી છે જે બાતમીનાં આધારે કડોદરા પોલીસ મથકનો સ્ટાફ કડોદરા ચાર રસ્તે વોચ રાખી બેઠા હતા. તે દરમ્યાન બાતમી વાળી કાર નંબર DD/09/H/2854 આવતા તેને રોકવાની કોશિશ કરતા તે પુરઝડપે સુરત તરફ હંકારી જતા તેનો ફિલ્મી ઢબે પીછો કરતા અંત્રોલી ત્રણ રસ્તા પાસે કાર ઊભી રાખી કાર ચાલક ખેતરાડી રસ્તે નાસી છૂટયો હતો. જે કાર ચેક કરતા તેમાં વિદેશી દારૂની નાની મોટી કુલ 309 બોટલો જેની કિંમત રૂપિયા 48,325, 1 નંગ મોબાઈલ તેમજ મારૂતિ સ્વીફ્ટ ડીઝાયર કાર જેની કિંમત રૂપિયા 3,53,325/-નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કડોદરા GIDC પોલીસે હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application