બારડોલી તાલુકાનાં આફવા ગામે એકલા રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી લાંબી સારવાર છતાં પણ તબિયતમાં સુધારો ન આવતા કંટાળીને ખેતી કામમાં ઈયળ મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બનાવની વિગત એવી છે કે, આફવા ગામે આવેલા પટેલ ફળિયાના અક્કલ ટેકરી વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ વનમાળીભાઈ પટેલ (ઉ.વ.84)ના બંને દીકરાઓ અમેરિકા રહેતા હોય તેઓ ઘરમાં એકલા રહેતા હતા. તેમનો નાનો પુત્ર પત્ની અને સંતાનો સાથે આશરે એક મહિના પહેલા જ અમેરિકા વસવાટ માટે ગયો હતો અને મોટો પુત્ર વર્ષોથી અમેરિકા જ રહે છે.
જોકે હાલમાં વૃદ્ધ ઠાકોરભાઈ આફવા ગામે પોતાના ઘરે એકલા જ રહેતા હતા. લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવારમાં સુધારો ન આવતા તેમણે કંટાળીને પોતાના ઘરમાં મૂકેલી અને ખેતી કામમાં વપરાતી ભીંડામાં નાખી ઈયળ મારવાની ઝેરી દવા પોતાની જાતે જ ગટ-ગટાવી લેતા તેમની તબિયત લથડી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતાં તપાસ માટે પહોંચેલી બારડોલી પોલીસને તેમણે જાતે જ દવા પી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application