Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : એસ.ટી બસ અડફેટે આવતાં રાહદારી વૃદ્ધનું ઘટના સ્થળે મોત

  • February 21, 2023 

સુરતનાં પલસાણા તાલુકાનાં કરણ ગામે રહેતા અને કડોદરા દુકાનમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચાલવતા એક વૃદ્ધ સોમવારે સાંજના સમયે દુકાનેથી છુટી તેમના ઘરે જવા માટે ચા૨ ૨સ્તા પર જઇ રહ્યા હતા. ત્યારે એસ.ટી. બસના પાછળના ટાયરમાં આવી જતા. તેઓનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. મળતી માહિતી મુજબ, કરણ ગામે રહેતા અને કડોદરા ઠાકોરજી કોમ્પલેક્ષમાં આવેલ સાંઇ એગ્રો નામની દુકાનમાં કામ કરતા ખુસાલભાઇ મીસ્ત્રી (ઉ.વ.65) જેઓ સોમવારનાં રોજ સાંજે દુકાનેથી નીકળી કરણ ગામે તેમના ઘરે જવા માટે કડોદરા ચાર રસ્તા તરફ ચાલતા જઇ રહ્યા હતા.





તે સમયે કડોદરા ચાર રસ્તા નજીક વલ્લભ કોમ્પલેક્ષની સામે રોડ ક્રોસ કરતી વખતે સુરતથી સોનગઢ જતી એસ.ટી. બસ નંબર G/18/Z/5964નાં પાછળ ટાયરમા અચાનક આવી જતા. તેઓના માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. બનાવ અંગે કડોદરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application