સુરત LCB પોલીસ સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત રાહે બાતમીદાર થકી બાતમી મળી હતી કે, પલસાણા પોલીસ સ્ટેશનનાં ગુનામાં વોન્ટેડ આરોપીઓ નામે અરવિંદભાઇ ભુલાભાઇ રાઠોડ તથા મહેશભાઇ બાબુભાઇ રાઠોડ (બંને રહે.એના, તા.પલસાણા) નાંઓને એના ગામે એનાથી ગંગાધરા જતા રોડ ઉપર ઉભેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની ટીમે ઝડપી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે પલસણા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application