Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : મોપેડ બાઈક પર દારૂનું વહન કરનાર બે ઈસમો ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • February 06, 2023 

પલસાણા પોલીસ મથકનાં પોલીસ ઇન્સપેક્ટર પલસાણા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, માખીંગા ગામે રહેતા અને વિદેશી દારૂનો ધંધો કરતા હિતેષભાઇ રણછોડભાઇ રાઠોડ નાઓએ વિદેશી દારૂનો જથ્થો કોઇ ઇસમ પાસે મંગાવેલો છે અને એક્સેસ મોપેડ નંબર GJ/19/BG/0925 લઇને માખીંગા સાબર હોટેલની સામે વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર છે.



જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી બંને હિતેશભાઈ રણછોડભાઈ રાઠોડ (રહે.માખીગા) તેમજ ઇમરાનખાન ઉસ્માનખાન ખાન (રહે.સૂર્યાસી રેસિડેન્સી, પલસાણા) નાઓની અટક્યાત કરી 240 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 31,750/- અને મોપેડ મળી કુલ રૂપિયા 87,500/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application