Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મઢી સુરાલીમાં હાઇવેને નડતા 30 જેટલા દુકાન અને ઘરોનાં દબાણો દુર કરવામાં આવ્યા

  • July 28, 2023 

ઉનાઇ-બુહારી, મઢી-માંડવી રોડ મઢી અને સુરાલી ગામમાંથી પસાર થાય છે. આ રોડની મધ્યેથી 11 મીટરની અંતરમાં કેટલાક ઘરો અને દુકાનોનું દબાણ હોય. જે દબાણ દૂર કરવા માટે અંદાજિત 2 વર્ષ અગાઉ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ગામના રહીશ દેવસિંગ નારસિંગ ચૌધરી દ્વારા હાઈકોર્ટમાં ડિમોલિશન અંગે કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવાણી સંદર્ભે ગુજરાત હાઈકોટ્રેટ ડિમોલિશન અંગે પરવાનગી 26/4/2023નાં રોજ આપવામાં આવી હતી. કોર્ટના ચુકાદા બાદ ત્રણ મહિનામાં ડિમોલિશન કરવાનું હોય. જે અંગે દબાણ કર્તાઓને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. પરંતુ કોઈપણ દબાણકર્તા દ્વારા સ્વૈચ્છિક ડિમોલિશન ન કરતાં આખરે 27મી જુલાઈના રોજ માર્ગ મકાન વિભાગની ટીમ તેમજ મોટા પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 30 જેટલી દુકાન અને ઘરોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News