Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં વાંકાનેર ગામનાં યુવકે પ્રેમ સંબંધ તૂટી જતાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • January 07, 2023 

બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામે રહેતા યુવકનો પ્રેમ સબંધ તૂટી જતાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે ઘરમાં મોભ ઉપર કમરનો પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામે આવેલા વાડી ફળિયા ખાતે રહેતા 22 વર્ષીય યુવક કિરણ અશોક રાઠોડને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.




જોકે અગમ્ય સંજોગોમાં પ્રેમ સંબંધ તૂટી જતાં પ્રેમી યુવક કિરણ રાઠોડને ખોટું લાગી આવ્યું હતું. તેણે પોતાના ઘરમાં મોંભ ઉપર કમરે બાંધવાનો પટ્ટો બાંધી પોતાના ગળે ફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરવાની કોશિશ કરી હતી. જયારે ઘરનાં લોકોએ તેને બારડોલીની સત્યાગ્રહ સરકારી હોસ્પિટલ મુકામે સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતા બારડોલી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે મરનાર યુવકનાં મોટાભાઈની ફરિયાદ લઈ જરૂરી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application