Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરામાં ચોથા માળેથી નીચે પટકાતા યુવકનું સારવાર દરમિયાન મોત

  • December 20, 2022 

કડોદરા નગરમાં બે બિલ્ડીંગ વચ્ચે અંતર ઓછું હોવાથી ચોથા માળે ગેલેરી માંથી એક બિલ્ડીંગ માંથી બીજી બિલ્ડીંગમાં જઈ રહેલો યુવક મોબાઇલમાં જોતો જતો હતો. ત્યારે અકસ્માતે નીચે પટકાતા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. મળતી માહિતી અનુસાર, કડોદરા નગરમાં આવેલ ક્રિષ્ના નગરની બીજી ગલીમાં આવેલ ભંડારી કોમ્પ્લેક્ષની અડીને અન્ય રેસિડેન્સી કોમ્પ્લેક્ષ આવેલ છે. જયારે  ભંડારી કોમ્પ્લેક્ષના ચોથા માળે રહેતો રાજરાખન દેવીદિન સાકેત (ઉ.વ.19) કડોદરાની જયભવાની મિલમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે તેઓ શનિવારે મોડી રાતે 10:30નાં અરરસામાં યુવક જમી પરવારી મોબાઈલમાં મુવી જોતો જોતો ચોથા માળે ગેલેરી ઓળંગી બીજા બિલ્ડીંગના ગેલેરીમાં રહી પોતાના સંબધીને ત્યાં જઈ રહ્યો હતો.




તે દરમિયાન અકસ્માતે યુવક બે બિલ્ડીંગ વચ્ચેની ગેપમાં નીચે પટકાતા યુવાનને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી ઘટના બાદ પરિવાર બુમાબુમ કરતા યુવકને 108ની મદદથી યુવકને પ્રથમ નજીકની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને વધુ સારવાર માટે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે કડોદરા GIDC પોલીસે સ્થળ તપાસ કરી અકસ્માત મોતનો બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application