પલસાણાનાં વરેલીમાં નોકરી પર જવા માટે નીકળેલા એક યુવકને બીઆરટીએસ રૂટમાંથી પસાર થતી વખતે અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનાં આઝમગઢના અને હાલ વરેલી વલ્લભનગર ખાતે રહેતા વિકાસભાઈ રાજેશભાઈ તિવારી (ઉ.વ.26) કડોદરા ખાતે આવેલી ઐશ્વર્યા મિલમાં નોકરી કરતા હતા. મંગળવારે સવારે તેઓ ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા. તેઓ વરેલી શાંતિપેલેસની સામે બીઆરટીએસ રૂટમાંથી પસાર થતા હતા.
ત્યારે કોઈક અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ બપોરે તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા કડોદરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. અકસ્માત સમયે વિકાસભાઈની ઓળખ ન થતા તેમનો ફોટો પોલીસે વોટ્સએપ ગૃપમાં ફરતો કર્યો હતો. બાદ ઓળખ થઈ હતી. બનાવ અંગે કડોદરા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application