સુરતનાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે આવેલી કયારા મિલમાં ફોલ્ડિંગ ખાતામાં કામ કરતો અને કડોદરાનાં ભગુ નગર રહેતા પરપ્રાંતિય શ્રમજીવી ભીમભાઇ શ્રીરામહંશ સીંઘ તા.31 જાન્યુઆરી નાંરોજ નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતો હતો. જેથી બીજા દિવસે સાડા બાર વાગ્યાનાં સુમારે રિષેશ પડતાં ગ્રે-કાપડનાં ટાકા પાસે જમીન બેઠો હતો. ત્યારે અચાનક કાપડના ટાકા તેની ઉપર પડતાં દબાઈ જવા પામ્યો હતો. દરમિયાન કાપડનાં ટાકા ચેક કરવા આવેલા સુપરવાઈઝરે ટાકા પડેલા જોતા અન્ય કારીગરોને બોલાવતા ટાકા નીચેથી દબાયેલા ભીમભાઇને તાત્કાલિક ચલથાણની સંજીવની હોસ્પીટલમાં ખસેડયા હતા. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
જોકે મૃતકની પત્ની નાની બાળકી સાથે કરતા મિલના ગેટ ઉપર બેસી ચાલુ નોકરીએ મરણ પામેલા પતિ માટે ન્યાયની માંગણી કરી હતી અને જોતજોતામાં ત્યાં મોટું ટોળું એકઠું થતા કડોદરા પોલીસ મથકના PI પણ આવી પહોંચ્યા હતા અને મીલ માલિક સાથેની ચર્ચામાં ઓલ ઈન્ડિયા હ્યુમન રાઇટ્સ કાઉન્સિલનાં પ્રમુખએ મરણ પામેલા પરિવારને રૂપિયા 5 લાખની સહાય અપાવી હતી. તેમજ મૃતકને પોતાના વતન લઈ જવા માટેનો ખર્ચ તેમજ વીમા કંપની માંથી સહાય અપાવવાની ખાતરી આપતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application