બારડોલી તાલુકાનાં ગોજી ગામે આવેલ તળાવ પાસે ખુરશી ઉપર બેઠેલ સુપરવાઈઝરનું માટી વહન કરતી હાઈવા ટ્રક નીચે કચડાઈ જતા મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોજી ગામનાં તળાવમાંથી ખોદકામ કરેલી માટીનું એના ગામથી સેવણી ગામ સુધીના વિસ્તારમાં બની રહેલા એકસપ્રેસ હાઈવેના કામકાજમાં સપ્લાય કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે માટી આયાત કરનાર એજન્સીના સુપરવાઈઝર એકનાથ બીજલાલ પાટીલ ઉપર બેસી ટ્રકોની અવરજવર નોંધી રહ્યા હતા.
આ સમયે પુરઝડપે આવતી હાઈવા ટ્રક નંબર GJ/19/Y/4932નાં ચાલક દિનેશ કૌટીકરાઉ બછાવ (રહે.સાંકળી દહીંવલ, ધૂલિયા)એ ખુરશી ઉપર બેઠેલા સુપરવાઈઝર પર ટ્રક ફેરવી દઈ કચડી માર્યા હતા. ટ્રક ચાલકે માટી આયાત કરનાર દસ્તાન ગામના રહીશ નિલેશ મહેન્દ્રસિંહ ઠાકોરને જાણ કરતા સ્થળ ઉપર આવેલા માલિકે અન્યોની મદદ લઈ સુપરવાઈઝરને ટ્રક નીચેથી મૃત હાલતમાં બહાર કાઢ્યા હતા. ઘટના અંગે બારડોલી રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application