Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : ખુલ્લી જગ્યામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

  • February 05, 2023 

પલસાણાનાં ટૂંડી ગામની સીમમાંથી ખુલ્લી જગ્યામાં સંતાડેલ વિદેશી દારૂનાં જથ્થા મળી આવ્યો હતો, જયારે આ ગુના સાથે સંકળાયેલ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ મથકના પી.આઈ.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટૂંડી ગામની સીમમાં ટૂંડીથી એના ગામ તરફ જતા રોડની ડાબી બાજુમાં આવેલા પાકી દીવાલની પાછળ પ્લોટમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.






જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેઈડ કરી હતી અને વિદેશી દારૂની બોટલો નંગ 720 જેની કિંમત રૂપિયા 86,400/-નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે પલસાણા તાલુકાનાં એના ગામે રહેતા વિરાગ ઉર્ફે બંટો રમેશ રાઠોડ, અરવિંદ ભુલાભાઈ રાઠોડ અને મહેશ બાબુભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application