Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત એ.સી.બી.ની ટીમે પટાવાળાને લાંચ લેતા ઝડપી પાડી કાર્યવાહી કરી

  • January 23, 2023 

સુરતની એ.સી.બી.ની ટીમે વાંસદા તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટર પાસે નાણાંની માંગણી બાબતે થયેલી ફરિયાદનાં આધારે રેઈડ પાડી પટાવાળાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ કામના ફરીયાદીએ વાંસદા તાલુકાનાં ગામો ખાતે રસ્તાનું તથા કંપાઉન્ડ દિવાલના બાંધકામનાં કામો કર્યા હતા. જે ગ્રામ પંચાયતોમાં રસ્તા તથા કંપાઉન્ડ દિવાલના બાંધકામનાં કામોનાં બીલોનાં નાણાં મંજૂર કરવા માટે વાંસદા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પાસે બીલો મંજૂર કરવા માટે મોકલ્યા હતા. જે આ કામનાં આરોપી પટાવાળા વાસીમખાન નાસીરખાન પઠાણે બીલો મંજૂર કરાવી દેવાના અવેજ પેટે રૂપિયા 7 હજાર આપવા પડશે તેવું જણાવી લાંચની માંગણી કરી હતી.



જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, તેઓએ ટોલ ફ્રી નં.1064 પર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે ગઈકાલે સાજે લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતુ. વધુમાં જાણવા મળ્યું હતું કે, તાલુકા પંચાયતમાંથી મોટી રકમની માંગણી કરી કોન્ટ્રાકટરને હેરાનગતિ કરતો હોવાથી એ.સી.બી.ને તેણે ફરિયાદ આપતા એ.સી.બી.એ ટ્રેપ ગોઠવી પટાવાળને ઝડપી લીધો હતો. તે નાણા તેણે કોના કહેવાથી લીધા અને અન્ય કોની કોની સંડોવણી છે તે અંગે પૂરી માહિતી મેળવવા માટે સ્ટાફના સભ્યોની હાલ પૂછતાછ ચાલી ૨હી છે. લાંચની માંગણીના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application