Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બગુમરા ગામે રસ્તો ક્રોસ કરતા સમયે ટ્રક અડફેટે ઈસમનું મોત

  • March 01, 2023 

મૂળ મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાનાં અમલનેર તાલુકાનાં સબગવનનો રહેવાસી અને હાલમાં તાંતીથૈયાની મહાદેવ રેસીડેન્સીમાં રહેતો સુધાકરભાઈ આત્મારામ પાટીલ (ઉ.વ.55) વરેલી સ્થિત બેસ્ટ ડાઈંગ પ્રિન્ટીંગ મિલમાં કામ કરતો હતો. જોકે સુધાકરભાઈ સોમવારે રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બગુમરા ગામ પાસે રસ્તો ક્રોસ કરતી વખતે એક ટ્રકે તેને ટક્કર મારી હતી. જોકે આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલમાં લઇ જતી વેળાએ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકનાં મોટાભાઈની ફરિયાદનાં આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application